લક્ષ્મી પુણ્ય થી મળે છે ,જો મહેનતથી મળતી હોય તો મજુરો પાસે કેમ નથી? જિંદગીમાં સારા સંતાન,સંપતિ ,અને સફળતા પુણ્ય થી જ મળે છે જો તમે ઇચ્છતા હોય કે તમારો આ લોક અને પરલોક સુખમય રાખવો હોય તો આખા દિવસમાં ઓછામાં ઓછા બે પુણ્ય પ્રાપ્તિના કાર્ય જરૂર કરજો કારણ કે જીંદગીમાં સુખ ,સંપતિ,અને સફળતા પુણ્ય થી જ મળે છે ..

ઇતિહાસ


શ્રી ગુપ્તેશ્વરાય નમ:
                         વલસાડ જીલ્લાના વલસાડ તાલુકાના ભૂતસર ગામે વાંકી નદીના તટે અને સ્મશાનના એકાંતમાં આવેલું  પેશ્વાઈ જમાનાનું ઐતિહાસિક મહત્વ ધરાવતું સ્વયમભૂ  શિવલીંગ એટલે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર  .
                     આ મંદિરના જીર્ણોદ્ધાર વખતે મળેલ જુના અવશેષો તેમજ લોકવાયકા મુજબ અહી ઐતિહાસિક પેશ્વાઈ વખતનું સ્વયમભૂ શિવલીંગ પ્રગટ થયાની તેમજ આ મંદિરની આજુબાજુ અખૂટ પુરાણું ધનનો ભંડાર હતો.જે ધન બળદ ગાડા દ્વારા લોકો લઇ ગયેલ તેમજ જુના ચરુ જેવા અવશેષો પણ નીકળેલ છે.તેવું જુના વૃદ્ધ વડીલો તેની સાક્ષી પૂરે છે.
                 તેમજ ત્યાં બ્રાહ્મણોની વસ્તી હશે જેના પરથી પંડ્યા મહાદેવના નામે આ મંદિરની ઓળખ થયેલ હશે .જોકે આજે આ મંદિર ની ચારે કોર એક એક કીલો મીટર સુધી વસ્તી નથી.
                 જીર્ણોદ્ધાર વખતે મંદિરની નીચે બે જુના પાયાના બાંધકામો જોવા મળેલ છે.જેમાં ઉપરના પાયા પરથી ૧૮૬૨ નો તાંબાનો સિક્કો મળી આવેલ છે.જે મુજબ આ મંદિરનો ત્રીજીવાર જીર્ણોદ્ધાર થયો હોય તેવું લાગે છે.
                એક લોકવાયકા પ્રમાણે ભૂતસર ગામે શિવ અને શક્તિ મહાલક્ષ્મી ના મંદિરનો ઇતિહાસ ઘણો પુરાણો તથા રસપ્રદ રહ્યો છે. એક દંતકથા મુજબ મરાઠા સરદાર છત્રપતિ શિવાજી મહારાજે સુરત લૂટ્યું હતું ત્યારે તેઓની સેનાએ ભૂતસર ગામમાં આવેલ સ્મશાન પાસેથી વહેતી વાંકી નદીના  કિનારાના તટ પર રોકાણ કર્યું હતું.જે દરમ્યાન સુરતથી લુટેલ જર-ઝવેરાત,સોના ચાંદીના સિક્કાઓ ઈત્યાદી અહીના પરિસર માં દાટ્યા હતા .
               રાજપૂત લોકોના ભાટના ચોપડે જોતા આ શિવલીંગની મૂર્તિ ૬૦૦ વર્ષથી પણ પુરાણી હોવી જોઈએ તેવું જાણવા મળેલ છે.
                  નૈસર્ગિક મનોરમ્ય વાતાવરણથી આચ્છાદિત ભૂતસર માંથી વહેતી વાંકી નદીના તટ પાસેની સ્મશાન ભૂમિ નજીકના શ્રી ગુપ્તેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર અંગેની ઘણી રસપ્રદ વાતો જાણવા જોગ છે. જ્યાં સાક્ષાત ભગવાન આશુતોષ નો વાસ છે. એવા મંદિરે ધાર્મિક વિશ્વાસ અને તેના પ્રત્યેની શ્રદ્ધાથી પ્રેરાઇને જોજનો દુરથી ભાવિક શ્રદ્ધાળુઓ અહી ખેચાઈ આવતા જોવા મળેલ છે.
                જીર્ણોદ્ધાર પહેલા આ મંદિર ખુબજ નાનું પુરાણું હતું. ત્યાં આજુ બાજુ જંગલ હતું.ગામના આજુ બાજુના લોકો તેમજ ગાય ભેંસ ચરાવવા વાળા ગોવાળો તેમજ અન્ય લોકો ત્યાં દિવસ દરમ્યાન આવતા તેમજ શ્રધ્ધાળુ બહેનો વ્રત લેવા આવતી એ સમયે ખુબજ નાના મંદિર ના કારણે ખુબજ મુશ્કેલી થતી  તેવા સંજોગોમાં ગામના યુવાનોને પ્રેરણા જાગી અને વડીલોના માર્ગદર્શનમાં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનું નક્કી કર્યું. તારીખ: ૧૨/૦૮/૨૦૦૧ જન્માષ્ટમીના દિવસે શ્રી ગુપ્તેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર ભુમીપુજન તથા ખાત મુહુર્ત કર્યું. ભરૂચના પ્રવીણભાઈ સોમપુરાના માર્ગદર્શન હેઠળ વાસ્તુ શાસ્ત્ર મુજબ મંદિરમાં અસલ લિંગ શિવાય તમામ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું.
            મંદિર તૈયાર થતા નવી મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મહા વદ ત્રીજ અને તારીખ: ૧૯/૦૨/૨૦૦૩ ના રોજ ત્રણ દિવસના ભવ્ય કાર્યક્રમ જે ત્રણેય વેદના વિદ્વત મહારાજના હસ્તે કરવામાં આવ્યો.જેમાં મુખ્ય વિદ્વાન મહારાજ શ્રી મયુરભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સંપન્ન થયો.તે સમયે અંદાજીત ખર્ચ ૧૨ લાખ જે ભુતસર ગામના તેમજ આજુબાજુના ગામના ભાવિક ભક્તોના સહકારથી કાર્ય સંપન્ન થયેલ છે.               જીર્ણોદ્ધારના કાર્યમાં રોકડદાન સિવાય ગામના ભાવિક ભક્તોએ વિના મુલ્યે અથાક પરિશ્રમમાં ફાળો આપેલ. મંદિરના નિર્માણ માટે સમાજના અદના વ્યક્તિ પાસેથી પણ ખુબ જ સારો આવકાર મળેલ છે.મંદિરનું શિખર તૈયાર કરવા માટે શક્તિના સ્ત્રોત સમી ગામની મહિલાઓએ આગળ આવી ઘરના ભાઈઓએ આપેલ ફાળા સિવાય બહેનોએ ઘર ઘરનો સંપર્ક કરી દરેક બહેનો દ્વારા સિમેન્ટની ગુણી દીઠ પૈસા ભેગા કરી શિખર તૈયાર કરેલ છે .
          મંદિરના આગળના ભાગે ભવ્ય યજ્ઞ શાળાનું બાંધકામ ૨૦૦૬ -૦૭ માં પૂર્ણ કરવામાં આવ્યું જેનો અંદાજીત ખર્ચ ૨ લાખ રૂપિયા જેટલો થયો.
            હિસાબી મુશ્કેલીઓ તેમજ વિકાસ માટે ટ્રસ્ટ બનાવવાની જરૂર પડતા ૮ જુલાઈ ૨૦૦૯ ના રોજ ઈ ૨૪૯૭ નંબર નું ટ્રસ્ટ રજીસ્ટ્રેશન થયું.જે ટ્રસ્ટને નંદીબેન ભાણાભાઈ ઠાકોર દ્વારા ૫(પાંચ) ગુંઠા જમીન જે મંદિરના ઉપયોગમાં ચાલુ ચાલી આવેલ હતી તે કાયદાકીય રીતે મંદિર ને સોપી.

1 ટિપ્પણી: