લક્ષ્મી પુણ્ય થી મળે છે ,જો મહેનતથી મળતી હોય તો મજુરો પાસે કેમ નથી? જિંદગીમાં સારા સંતાન,સંપતિ ,અને સફળતા પુણ્ય થી જ મળે છે જો તમે ઇચ્છતા હોય કે તમારો આ લોક અને પરલોક સુખમય રાખવો હોય તો આખા દિવસમાં ઓછામાં ઓછા બે પુણ્ય પ્રાપ્તિના કાર્ય જરૂર કરજો કારણ કે જીંદગીમાં સુખ ,સંપતિ,અને સફળતા પુણ્ય થી જ મળે છે ..

ગરબા


એક વણઝારી ઝૂલણા ઝૂલતી'તી







એક વણઝારી ઝૂલણાં ઝૂલતી'તી [2]
હે... મારી અંબેમાના ઝૂલણાં ઝૂલતી'તી
હે.. માની દેરીએ ડંકો થાય મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી'તી

માએ પહેલે પગથિએ પગ મૂક્યો
હે.. માને પાની સમાણાં નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી'તી
એક વણઝારી ઝૂલણાં ઝૂલતી'તી [2]
હે... મારી અંબેમાના ઝૂલણાં ઝૂલતી'તી


મા એ બીજે પગથીયે પગ મૂક્યો મોરી મા
હે...માને ગોઠણ સમાણા નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી'તી
એક વણઝારી ઝૂલણાં ઝૂલતી'તી [2]
હે... મારી અંબેમાના ઝૂલણાં ઝૂલતી'તી


મા એ ત્રીજે પગથીયે પગ મૂક્યો મોરી મા
હે... માને કેડ સમાણા નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી'તી
એક વણઝારી ઝૂલણાં ઝૂલતી'તી [2]
હે... મારી અંબેમાના ઝૂલણાં ઝૂલતી'તી



મા એ ચોથે પગથીયે પગ મૂક્યો
હે... માને છતી સમાણાં નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી'તી
એક વણઝારી ઝૂલણાં ઝૂલતી'તી [2]
હે... મારી અંબેમાના ઝૂલણાં ઝૂલતી'તી


જય અંબે

હે રૂડે રંગે રમે દેવી અંબિકા રે લોલ





હે રૂડે રંગે રમે છે દેવી અંબિકા રે
પાય વાગે છે ઘુઘરીનાં ઘમકારે
-- હે રૂડે રંગે

ગરબો જોવાને ઈન્દ્રદેવ આવિયા રે
સાથે રાણી ઈન્દ્રાણીને લાવિયા રે
-- હે રૂડે રંગે

ગરબો જોવાને બ્રહ્મદેવ આવિયા રે
સાથે રાણે બ્રહ્માણીને લાવિયા રે
-- હે રૂડે રંગે

ગરબો જોવાને વિષ્ણુદેવ આવિયા રે
સાથે દેવી લક્ષ્મીજીને લાવિયા રે
-- હે રૂડે રંગે

ગરબો જોવાને શિવજીદેવ આવિયા રે
સાથે દેવી પાર્વતીજીને લાવિયા રે
-- હે રૂડે રંગે

ખેલ ખેલો રે ભવાની મા
જય જય અંબે મા

મારી અંબા માને કાજે
મારી બહુચરમાને કાજે
મારી હર્ષદમાને કાજે
મારી કાળકામાને કાજે

ખેલ ખેલ રે ભવાની મા
જય જય અંબે મા


જય અંબે



ગોકુળિયે ગામ નહી આવું રે






ગાયક:- પુરુષોત્તમ ઉપાધ્યાય
એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે
ગોકુળિયે ગામ નહી આવું રે

જમુનાનાં વ્હેણમાંથી પાણી લઈ મૂકો કે
મુરલીની તાન નહીં લાવું રે
ગોકુળિયે ગામ નહીં આવું રે

જમુનાનાં તીરે તમે ઊભા તો એમ જાણે
ઊભો કદંબનો ઘાટ
લીલેરી લાગણીઓ ક્યાંય ગઈ
અધૂરી રઈ ગઈ વેદનાની વાટ
ફૂલની સુવાસ તણા સૌગંધ લઈ કહી દો કે
શમણાંને સાદ નહી આવું [3]
ગોકુળિયે ગામ નહીં આવું રે

આટલી અધીરતા જવામાં કેમ
જરા એક નજર ગાયો પર નાખો
આખરી વાર તો કોઈ મટુકીમાં બોળીને
આંગળીનું માખણ તો ચાખો
એકવાર નીરખીને ગામ પછી કહી દો કે
પાંપણને પાન મહી આવું રે
ગોકુળિયે ગામ નહીં આવું રે


ૐ નમઃ શિવાય

નોન સ્ટોપ રાસ ગરબા











આજે શરદપૂર્ણિમા નિમિત્તે

ખેલૈયો નોન સ્ટોપ રાસ ગરબા


ૐ નમઃ શિવાય



સાચી રે મારી સત રે ભવાનીમા











[મુંબઈ સ્થિત નીતાબેન કોટેચાની ફરમાઈશથી આ ગરબો મૂકવામાં આવ્યો છે.]

સાચી રે મારી સત રે ભવાની મા અંબા ભવાની મા
હું તો તારી સેવા કરીશ મૈયા લાલ
નવ નવ રાતના નોરતા કરીશ મા પૂજાઓ કરીશ મા
ગરબો વિરાટનો ઝીલીશ મૈયા લાલ
--સાચી રે

જ્યોતિ મા એક તારી છે જ્યોતિ તારા સતનું ચમકે મોતી રે
શ્રદ્ધાવાળાને તારું મોતી મળે રે મા માડી રે
તારી ભક્તિ ભવાની મા રાણી ભવાની મા
હું તો તારા પગલા ચૂમીશ મૈયા લાલ
-- સાચી રે

તું તરનારની તારણહારી દૈત્યોને તે દીધા સંહારી
શક્તિ સારી ને તું તો જનેતા મા
માડી રે [2] મારી શક્તિ ભવાની મા
ભોળી ભવાની મા હું તો તારા વારણા લઈશ મૈયા લાલ
-- સાચી રે

જગ માથે એક માયા રચાવી દરશન દે તું સામે રે
આવી સુના સુના રે મારા મંદિરના ચોકમાં
માડી રે [2] આવ રમવા ભવાની મા રૂડી રે ભવાની મા
હું તો તારે ગરબે ઘુમીશ મૈયા લાલ
-- સાચી રે


જય અંબે

માતાજીના ઊંચા મંદિર નીચા મોલ












માતાજીનાં ઊંચા મંદિર નીચા મોલ
ઝરૂખડે દીવા બળે રે લોલ

હે અંબેમાના ગબ્બર ગોખ
અણમોલ દીપે શોભા ઘણી રે લોલ

આવી આવી નવરાત્રિની રાતડી
બાળકો રાસે રમે રે લોલ
ખોડલ માડી ગરબે રમવા આવો
કે બાળ તારા વીનવે રે લોલ
માતાજીનાં ઊંચા મંદિર નીચા મોલ
ઝરૂખડે દીવા બળે રે લોલ

આવી આવી નવરાત્રિની રાતડી
બાળકો રાસે રમે રે લોલ
ચામુંડા માડી ગરબે રમવા આવો
કે બાળ તારા વીનવે રે લોલ
માતાજીનાં ઊંચા મંદિર નીચા મોલ
ઝરૂખડે દીવા બળે રે લોલ

માતાજીને શોભે છે શણગાર સોળ
કે પગલે કંકુ ઝરે રે લોલ
રાંદલમા ગરબે રમવા આવો
કે મુખડે ફૂલ ઝરે રે લોલ
માતાજીનાં ઊંચા મંદિર નીચા મોલ
ઝરૂખડે દીવા બળે રે લોલ

માડી તારું રૂપ અનુપમ સોહે
કે જોઈ મારી આખ્યું બળે રે લોલ
બહુચર માડી ગરબે રમવા ને આવો
કે ખોરડે અમી ઝરે રે લોલ
માતાજીનાં ઊંચા મંદિર નીચા મોલ
ઝરૂખડે દીવા બળે રે લોલ


જય અંબે

મા તું પાવાની પટરાણી ભવાની કાળકા રે લોલ











મા તું પાવાની પટરાણી ભવાનીમા કાળકા રે લોલ

મા તારા ડુંગરડે ચઢવું અતિ દોહ્યલું રે લોલ
મા તારી પ્રદક્ષિણા કરવી તે અતિ દોહ્યલી રે લોલ
મા તું પાવાની પટરાણી ભવાનીમા કાળકા રે લોલ

વિશ્વાસે તપ કરવા બેઠાં કે, કેવળ મુનિ થયા રે લોલ
આવું રૂડું ચૌટું ચાપાનેરે કે ચૌટા ચૌટે મળ્યા રે લોલ
મા તું પાવાની પટરાણી ભવાનીમા કાળકા રે લોલ

ત્યાં કોઈ ગાતા’તા ગરબા કે, માજી આવિયા રે લોલ
રાયે છેડલો સાહ્યો હાથ કે, માજી પ્રસન્ન થયાં રે લોલ
મા તું પાવાની પટરાણી ભવાનીમા કાળકા રે લોલ

માગ્ય માગ્ય ઘોડાની ઘોડાર કે, હાથી ઝૂલતા રે લોલ
માગ્ય માગ્ય કુટુંબ કુશળક્ષેમ કે, જંજાળ અતિ ઘણી રે લોલ
મા તું પાવાની પટરાણી ભવાનીમા કાળકા રે લોલ

માગ્ય માગ્ય ગુજરાત સરખી ગાદી કે, ભદ્ર બેસણાં રે લોલ
માગ્ય માગ્ય નવે ખંડના રાજ કે, ચાંદો સૂર્ય તપે રે લોલ
મા તું પાવાની પટરાણી ભવાનીમા કાળકા રે લોલ

માંગુ માંગુ એટલું વરદાન કે, મારે મહેલે પધારો રે લોલ
ફટ ફટ પાવાના રાજન કે, એ શું માંગિયું રે લોલ
મા તું પાવાની પટરાણી ભવાનીમા કાળકા રે લોલ

આથી છઠ્ઠે ને છ માસે કે મૂળ તારું જાયે રે લોલ
એમ કહી માતા થયા અલોપ કે, પાવે હાથ ઘસ્યા રે લોલ
મા તું પાવાની પટરાણી ભવાનીમા કાળકા રે લોલ


જય અંબે

માનો ગરબો રે રમે રાજને દરબાર











માનો ગરબો રે રમે રાજને દરબાર

રમતો ભમતો રે ગ્યો’તો કુંભારીને દ્વાર
એલી કુંભારીની નાર તું તો સુતી હો તો જાગ
માને ગરબે રે રૂડાં કોડિયા મેલાવ
માનો ગરબો રે રમે રાજને દરબાર

માનો ગરબો રે રમે રાજને દરબાર
રમતો ભમતો રે ગ્યો’તો સોનીડાને દ્વાર
એલી સોનીડાની નાર તું તો હો સુતી જાગ
માને ગરબે રે રૂડાં જાળિયા મેલાવ
માનો ગરબો રે રમે રાજને દરબાર

માનો ગરબો રે રમે રાજને દરબાર
રમતો ભમતો રે ગ્યો’તો ઘાંચીડાને દ્વાર
એલી ઘાંચીડાની નાર તું તો સુતી હો તો જાગ
માને ગરબે રે રૂડાં દિવેલીયા પુરાવ
માનો ગરબો રે રમે રાજને દરબાર

માનો ગરબો રે રમે રાજને દરબાર
રમતો ભમતો રે ગ્યો’તો દરજીડાને દ્વાર
અલી દરજીડાની નાર તું તો સુતી હો જાગ
માને ગરબે રે રૂડાં તોરણિયા બંધાવ
માનો ગરબો રે રમે રાજને દરબાર

માનો ગરબો રે રમે રાજને દરબાર
રમતો ભમતો રે ગ્યો’તો ઢોલીડાને દ્વાર
એલી ઢોલીડાની નાર તું તો સુતી હો તો જાગ
માને ગરબે રે રૂડાં ઢોલ વગડાવ
માનો ગરબો રે રમે રાજને દરબાર


જય અંબે

અંબા અભયપદદાની

બહુચર મા ગામદેવી મુંબઈ









અંબા અભયપદ દાયિની રે
શ્યામા સાંભળજો સાદ ભીડભંજની

અંબા અભયપદદાયિની રે
અંબા અનાથોના નાથ ભીડભંજની

હેમ હીંડોળે હીંચતી રે
હીંચો આરાસુરી માત ભીડભંજની

સખીઓ સંગાથે ગોઠડી રે
આવી આઠમની રાત ભીડભંજની
-- અંબા

સર્વે આરાસુરી ચોકમાં રે
આવો તો રમીએ રાસ ભીડભંજની

એવે સમે આકાશથી રે
આવ્યો કરૂણ પોકાર ભીડભંજની

કોણ બોલાવે મુજને રે
કોણે કર્યો મુને સાદ ભીડભંજની

મધ્યે દરિયો તોફાનમાં રે
માડી ડૂબે મારું વ્હાણ ભીડભંજની
-- અંબા

કીધી કમાણી શું કામની રે
જવા બેઠા જ્યાં પ્રાણ ભીડભંજની

વાયુ ભયંકર ફૂંકારતો રે
વેરી થયો વરસાદ ભીડભંજની

પાણી ભરાણા વ્હાણમાં રે
એ કેમ કાઢ્યા જાય ભીડભંજની

આશાભર્યા હું તે આવિયો રે
વ્હાલા જોતાં હશે વાટ ભીડભંજની
-- અંબા

હૈયું રહે નહિ હાથમાં રે
દરિયે વાળ્યો દાટ ભીડભંજની

મારે તમારો આશરો રે
આવો આવો મોરી માત ભીડભંજની

અંબા હીંડોળેથી ઊતર્યા રે
ઊતર્યા આરાસુરી માત ભીડભંજની

સખીઓ તે લાગી પૂછવા રે
ક્યાં રે કીધાં પરિયાણ ભીડભંજની
-- અંબા

વાત વધુ પછી પૂછજો રે
આજ બાળ મારો ગભરાય ભીડભંજની

ભક્ત મારો ભીડ પડિયો રે
મારાથી કેમ ખમાય ભીડભંજની

કેમ કરી નારાયણી ગયા રે
સિંહે અસવાર થયા ભીડભંજની

ત્રિશૂળ લીધું હાથમાં રે
એવું તાર્યું વણિકનું વ્હાણ ભીડભંજની
-- અંબા

એવું અમારું તારજો રે
માતા છો દીનદયાળ ભીડભંજની

ધન્ય જનેતા આપને રે
ધન્ય દયાના નિધાન ભીડભંજની

પ્રગટ પરચો આપનો રે
દયા કલ્યાણ ગુણ ગાય ભીડભંજની

ભીડ સેવકની ભાંગજો રે
સમરે કરજો સહાય ભીડભંજની
-- અંબા


જય અંબે

ઘોર અંધારી રે રાતલડીમાં










[ભુવનેશ્વરથી શ્રીમતી નીલમબેન દોશીની ફરમાયેશ પર આ ગરબો મુકવામાં આવ્યો છે.]
આપણા પ્રાચીન ગરબાનો વારસો
ઘોર અંધારી રે રાતલડીમાં નિસર્યા ચાર અસવાર,
લીલે ઘોડે રે કોણ ચઢે મા રાંદલનો અસવાર

રાંદલ માવડી રે રણે ચઢ્યા મા સોઅળે સજી શણગાર
સવામણનું રે સુખલડું મા અધમણની કુલેર,
જમજો જમજો રે ગોરાણીયું તએ રમજો સારી રાત
-- ઘોર અંધારી રે

કાળે ઘોડે રે કોણ ચઢે મા કાળકાનો અસવાર
કાળકા માવડી રે રણે ચઢ્યા મા સોળે સજી શણગાર
સવામણનું રે સુખલડું મા અધમણની કુલેર,
જમજો જમજો રે ગોરાણીયું તએ રમજો સારી રાત
-- ઘોર અંધારી રે

ધોળે ઘોડે રે કોણ ચઢે મા બહુચરનો અસવાર
બહુચર માવડી રે રણે ચઢ્યા મા સોળે સજી શણગાર
સવામણનું રે સુખલડું મા અધમણની કુલેર,
જમજો જમજો રે ગોરાણીયું તએ રમજો સારી રાત
-- ઘોર અંધારી રે

રાતે ઘોડે રે કોણ ચઢે મા હર્ષદનો અસવાર
હર્ષદ માવડી રે રણે ચઢ્યા મા સોળે સજી શણગાર
સવામણનું રે સુખલડું મા અધમણની કુલેર,
જમજો જમજો રે ગોરાણીયું તએ રમજો સારી રાત
-- ઘોર અંધારી રે

જય અંબે

તુ તો કાળી ને કલ્યાણી રે મા










ગાયિકા:- અનુરાધા પૌડવાલ ગાયક:- પ્રફ્ફુલ દવે
તું તો કાળી રે કલ્યાણી રે મા ! જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તને ચારે તે જુગમાં જાણી હો મા જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તને પહેલા તે જુગમાં જાણી હો મા જ્યાં જોઉં ત્યાં જોગ માયા
તું ભસ્માસુર હણનારી હો મા જ્યાં જોઉં ત્યાં જોગ માયા

તને બીજા તે જુગમાં જાણી હો મા જ્યાં જોઉં ત્યાં જોગ માયા
તું રાવણકુળ હણનારી હો મા જ્યાં જોઉં ત્યાં જોગ માયા

તને ત્રીજા તે જુગમાં જાણી હો મા જ્યાં જોઉં ત્યાં જોગ માયા
તું કૌરવકુળ હરનારી હો મા જ્યાં જોઉં ત્યાં જોગ માયા

તને ચોથા તે જુગમાં જાણી હો મા જ્યાં જોઉં ત્યાં જોગ માયા
તું સતને કારણે વેંચાણી હો મા જ્યાં જોઉં ત્યાં જોગ માયા


જય અંબે

સોનાનો ગરબો શીરે અંબે મા











કવિશ્રી:- કલાપી


સોનાનો ગરબો શીરે
અંબે મા ચાલો ધીરે ધીરે
ચાલો ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે
અંબે મા ચાલો ધીરે ધીરે

લટકે મટકે રાસ રમે છે [2]
દક્ષિણીના તીરે અંબે મા ચાલો ધીરે ધીરે [2]
ચાલો ધીરે ચાલો ધીરે ચાલો ધીરે [2]
ચાલો ધીરે ધીરે
-- સોનાનો ગરબો

સખીઓ સંગે કેવા દીસે છે [2]
ફરર ફૂદડી ફીરે અંબે મા ચાલો ધીરે ધીરે [2]
ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે [2]
ચાલો ધીરે ધીરે
-- સોનાનો ગરબો

ચૂંદડી ચટકે ને મુખડું મલકે [2]
હાર ગળા હેમ હીરે અંબે મા ચાલો ધીરે ધીરે [2]
ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે [2]
ચાલો ધીરે ધીરે
-- સોનાનો ગરબો

ઝાંઝ પખવાજ ને વીણા જંતર વાગે [2]
વાગે મંજીરા ધીરે ધીરે અંબે મા ચાલો ધીરે ધીરે [2]
ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે [2]
ચાલો ધીરે ધીરે
-- સોનાનો ગરબો


ૐ નમઃ શિવાય

માડી તારા મંદિરીયે ઘંટારવ થાય


હું અને મારો ગરબો
માડી તારા મંદિરીયે ઘંટારવ થાય
વાગે નગારૂં ને ચમ્મર વિંઝાય
માડી તારા મંદિરીયે ઘંટારવ થાય [2]
હે જગદંબા મા તારે ચરણે અમે કંકુ બિછાવ્યા [2]
પગલા પાડો મા અમે તારા ગરબા કોરાવ્યા
હો .. માડી તારા ઘુમ્મટમાં ઘંટારવ થાય
-- માડી તારા
જ્યાં જ્યાં ઘંટારવ ત્યાં ત્યાં માડી તારા દરશન
ઘંટારવમાં પૂજા ને[2] ઘંટારવમાં અર્ચન
હો..માડી તારી રગરગમાં ઘંટારવ થાય
-- માડી તારા
જય આદ્ય શક્તિ મા
જાગો મા [2]
જગભરમાં ઘંટારવ થાય
જાગો મા[3]
ચારેકોર ચેતનની ચમ્મર ઢોળાય
ચમ્મર ઢોળાય
હો...માડી ઘેરા ઘુંઘટમાં ઘંટારવ થાય
-- માડી તારા
વાગે નગારૂં ને ચમ્મર વિંઝાય.......
ૐ નમઃ શિવાય

શરદ પુનમની રાતડી











Powered by Podbean.com

શરદ પુનમની રાતડી રંગ ડોલરીયો [૨]
માતાજી રમવા ચાલો રે રંગ ડોલરીયો

રમી ભમી ઘેર આવીયા રંગ ડોલરીયો
માતાજી જમવા ચાલો રે રંગ ડોલરીયો

માતાએ પીરસી લાપસી રંગ ડોલરીઓ
માએ નાખ્યા તલના તેલ રે રંગ ડોલરીયો

આવી છે અજવાળી રાતડી રે રંગ ડોલરીયો
કાંઈ ચાદો ચઢ્યો આકાશે રે રંગ ડોલરીયો

ૐ નમઃ શિવાય

અમે મહિયરા રે-- મેલી દીયો ને ગિરધારી રે














Powered by Podbean.com

સ્વર:- ઉષા મંગેશકર અને પ્રફુલ્લ દવે
અમે મહિયારા રે ગોકુળ ગામનાં
મારે મહી વેંચવાને જાવા, મહિયારા રે – ગોકુળ

મથુરા વાટે મહીં વેંચવાને નીસરી
નટખટ એ નંદ કિશોર માંગે છે દાણજી
મારે દાણ લેવા,ના દેવા મહિયારા રે – ગોકુળ

હે મેલીને દિયોને ગિરધારી મારગડો મારો
મેલી દીયો ને ગિરધારી રે
હાંરે સંસારીયામાં આવતા ને જાતા
હે તને સામા મળિયા છે સંસારી
મેલી દીયો ને ગિરધારી

માવડી જશોદાજી કાનજીને વારો
દુખડા દીયે હજાર નંદજીનો લાલો
હે મારે દુઃખ સહેવા,ના કહેવા મહિયારા રે – ગોકુળ

હે મેલી દીયો ને ગિરધારી મારગડો મારો
મેલી દીયો ને ગિરધારી
તારા સમ દરિયામા મીઠી એક વીરડી [2]
હે..એના પાણી ભરે છે પનિહારી રે મારગડો મારો
મેલી દિયો ને ગિરધારી

જમુનાને તીરે કા’નો વાંસળી વગાડતો [2]
ભુલાવે ભાનસાન ઊંઘથી જગાડતો [2]
મારે જાગી જોવું ને જાવું મહિયારા રે –ગોકુળ

અમે મહિયારા રે ગોકુલ ગામનાં [2]

મેલી દીયો ને ગિરધારી મારગડો મારો
મેલી દીયો ને ગિરધારી


ૐ નમઃ શિવાય

ત્રણ ત્રણ તાળી પડે














Powered by Podbean.com

સ્વર:- વત્સલા પાટીલ

હે ઉગામણા રથ જોડ્યા રે લોલ [2]
હે પાંચ નાળિયેરના તોરણ બંધાય [2]
હે લીલુડી તાંબડી વ્હોરવી સે ને
ખોળામાં વાણિયાને મારવો સે
ત્રણ ત્રણ ત્રણ તાળી પડે
ને ત્રણ ત્રણવાર ત્રણ તાળી પડે

હે કયા મા બેસી આવ્યા રે લોલ
અંબા મા બેસીને આવ્યા રે લોલ
હે પાંચ નાળિયેરના તોરણ બંધાય [2]
હે લીલુડી તાંબડી વ્હોરવી સે ને
ખોળામાં વાણિયાને મારવો સે
ત્રણ ત્રણ ત્રણ તાળી પડે
ને ત્રણ ત્રણવાર ત્રણ તાળી પડે

હે કયા મા બેસીને આવ્યા રે લોલ
બહુચર મા આવ્યા રે લોલ
હે પાંચ નાળિયેરના તોરણ બંધાય [2]
હે લીલુડી તાંબડી વ્હોરવી સે ને
ખોળામાં વાણિયાને મારવો સે
ત્રણ ત્રણ ત્રણ તાળી પડે ને
ત્રણ ત્રણવાર ત્રણ તાળી પડે

હે કયા મા બેસીને આવ્યા રે લોલ
કાળકા મા બેસી આવ્યા રે લોલ
હે પાંચ નાળિયેરના તોરણ બંધાય [2]
હે લીલુડી તાંબડી વ્હોરવી સે ને
ખોળામાં વાણિયાને મારવો સે
ત્રણ ત્રણ ત્રણ તાળી પડે ને
ત્રણ ત્રણવાર ત્રણ તાળી પડે


ૐ નમઃ શિવાય

શત શત શતની દિવડી



સ્વર:- નિલેશ પરમાર

શત શત શતની દિવડી
રંગ માંડવડી
હો રંગ માંડવડીહે.....

માનો બાજઠ રતન જડેલ
રંગ રંગ માંડવડી
હો રંગ માંડવડી -- શત શત શગની

સોના જડેલ માનો હીર રે
રંગ માંડવડી
હો રંગ માંડવડીહે.....
માનો બાજઠ રતન જડેલ
રંગ રંગ માંડવડી
હો રંગ માંડવડી -- શત શત શગની

ચાંદનીનાં ચંદરવા ઝૂલતાં
રંગ માંડવડી
હો રંગ માંડવડીહે.....
જાણે મધરાતે ઉષા ઊગેલ
રંગ રંગ માડવડી
હો રંગ માંડવડી..............શત શત શગની

ૐ નમઃ શિવાય

નોન સ્ટોપ ગરબા



સ્વર:- દમયંતી બારડાઈ 

ૐ નમઃ શિવાય

કુમકુમના પગલા પડ્યા





સ્વર:- ભરત જોશી

કુમકુમના પગલા પડ્યા માડીનાં હેત ઢળ્યા [3]
જોવા લોકો ટોળે વળ્યા રે
માડી તારા આવવાના એંધાણા કળ્યા
--કુમકુમના

મા તુ તેજનો અંબાર મા તુ ગુણનો ભંડારમા તું
દરશન દેશે તો થાશે પાવન પગથાર
મા ભાવનાનો સાર દયા દાખવી દાતાર
કૃપા કરજે અમ રંક પર થોડી લગાર
સૂરજના તેજ ટપ્યા ઓ ચન્દ્ર કિરણ હૈયે વસ્યા [2]
તારલિયા ટમટમિયા રે
માડી તારા આવવાના એંધાણા કળ્યા

હે માડી તું જો પધાર સજી સોળે શણગાર
આવી મારે રે દ્વાર થાશે પાવન પગથાર
એ જી દીપશે દરબાર નાચે રંગની રસધાર
હે રંગ ગોળ ગોળ ઘૂમતો થાશે સાકર
ચાચરના ચોકે ચગ્યા દિવડાની જ્યોતે જગ્યા [2]
મનડાઓ હાર મળ્યા રે
માડી તારા આવવાના એંધાણા કળ્યા
--કુમકુમના

ૐ નમઃ શિવાય

માડી તારા મંદિરીયે ઘંટારવ થાય







સ્વર: ઐશ્વર્યા મજુમદાર


ૐ ......

સર્વ સ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સમંવીતે
ધયે વૃતાહિનો દેવી
દુર્ગે દેવી નમોસ્તુતે [2]


માડી તારા મંદિરીયે ઘંટારવ થાય
વાગે નગારૂં ને ચમ્મર વિંઝાય
માડી તારા મંદિરીયે ઘંટારવ થાય [2]

હે જગદંબા મા તારે ચરણે અમે કંકુ બિછાવ્યા [2]
પગલા પાડો મા અમે તારા ગરબા કોરાવ્યા
હો .. માડી તારા ઘુમ્મટમાં ઘંટારવ થાય
-- માડી તારા

જ્યાં જ્યાં ઘંટારવ ત્યાં ત્યાં માડી તારા દરશન
ઘંટારવમાં પુજાતી [2] ઘંટારવમાં અર્ચન
હો..માડી તારી રગરગમાં ઘંટારવ થાય
-- માડી તારા

જય આદ્ય શક્તિ મા જાગો મા [2]
જગભરમાં ઘંટારવ થાય
જાગો મા[3]
ચારેકોર ચેતનની ચમ્મર ઢોળાય
ચમ્મર ઢોળાય
હો...માડી ઘેરા ઘુંઘટમાં ઘંટારવ થાય
-- માડી તારા

વાગે નગારૂં ને ચમ્મર વિંઝાય.......


ૐ નમઃ શિવાય

1 ટિપ્પણી: