લક્ષ્મી પુણ્ય થી મળે છે ,જો મહેનતથી મળતી હોય તો મજુરો પાસે કેમ નથી? જિંદગીમાં સારા સંતાન,સંપતિ ,અને સફળતા પુણ્ય થી જ મળે છે જો તમે ઇચ્છતા હોય કે તમારો આ લોક અને પરલોક સુખમય રાખવો હોય તો આખા દિવસમાં ઓછામાં ઓછા બે પુણ્ય પ્રાપ્તિના કાર્ય જરૂર કરજો કારણ કે જીંદગીમાં સુખ ,સંપતિ,અને સફળતા પુણ્ય થી જ મળે છે ..

શિવ ભજનો


છે મંત્ર મહામંગલકારી ૐ નમઃ શિવાય







ગાયકઃ- હેમંત ચૌહાણ

છે મંત્ર મહા મંગલકારી ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
જાપ જપો સહુ નરનારી ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

એ મંત્રથી રામ વિજયને વર્યા,શ્રી રામેશ્વરને યાદ કર્યા
કરી શિવને પરસન્ન કર્યા
ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

ગાંધર્વો જેનું ગાન કરે, સનકાદિક રસ પાન કરે
શ્રી વ્યાસ સદા મુખથી ઉચ્ચરે
ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

યમ કુબેરે ઈન્દ્રાદિક દેવો કહે મંત્ર સદા જપવા જેવો
શ્રદ્ધા રાખી શિવને સેવો
ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

ઋષિ મુનિઓ જેના ધ્યાને છે વળી વેદ પુરાણનાં પાને છે
બ્રહ્મા ને વિષ્ણુ વખાણે છે
ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

એ મંત્રથી સર્વે સિદ્ધિ મળે વળી તનમનનાં બધા પાપ ટળે
છેવટે મુક્તિનું ધામ મળે
ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

એ મંત્ર છે સદા શુભકારી ભવસાગરથી લેશે તારી
પ્રેમેથી બોલો સંસારી
ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

ૐ નમઃ શિવાય

કાજ સુધારે ભોલે ભક્તનકે














ગાયક:- નિરંજન પંડ્યા

આલ્બમ:- એકબાર શ્રી ભોલે ભંડારી
કાજ સિધારે ભોલે ભક્તનકે ભોલે
રખવાલે મતવાલે રખવાલે

કે બમ બમ ભોલે શંકર
ગલેમેં નાગ પહેનકર
કે ડમ ડમ ડમરુ બાજે

રાવણકો તુને લંકા દિયા હૈ
ભગીરથકો તુને ગંગા દિયા હૈ
હો... ગંગાકો [3] તુને નીરે દીયા
ભોલે રખવાલે મતવાલે રખવાલે
...............
-- કાજ સુધારે

હે...
ભસ્માસુરકો ભોલે કણ કણ દિયા હૈ
ભોલે ઉસને તેરા પીછા કીયા હૈ
હો... કણ કણ લેકે ઉનકો નાચ નચાયા
ભોલે રખવાલે મતવાલે રખવાલે
.................
-- કાજ સુધારે

હાઁ....
જો ભી આયે ભોલે દ્વાર પે તેરે
ઝોલીયાઁ ભર દી ઉસકી તુને
જો ભી માઁગા [3] વોહી દીયા
ભોલે રખવલે મતવાલે રખવાલે
..............
-- કાજ સુધારે


ૐ નમઃ શિવાય


શિવ લહેરી









ગાયક:- નારાયણ સ્વામી 
શિવ લહેરી આયો હૈ ભોલેનાથ આયો
નંદકે આંગનમેં શિવલહેરી આયો

અંગે વિભૂત શીશ ગંગ બીરાજે
શેષનાગ ગલે લીપટાયો
-- શિવ લહેરી આયો હૈ

ભાલ ચન્દ્રમા ભૂજા ભાલ સોહે
કેસરી તિલક શિરે લગાયો હૈ
-- શિવ લહેરી આયો હૈ

લો ભિક્ષા જોગી દાવો આ સંકર
મેરે મોહનકો તુમ્હેં હી જગાયો હૈ
-- શિવ લહેરી આયો હૈ

દરશન કરકે શિવ ચલે હૈ કૈલાસમેં
શિવલી નાદ શિવસંકરને બજાયો
-- શિવ લહેરી આયો હૈ

કાશીદ કહે હૈ શિવકે ચરણમેં
ભક્તોંને મીલકર મંગલ ગાયો
--શિવ લહેરી આયો હૈ

ૐ નમઃ શિવાય 


શંભુ શરણે પડી માંગુ ઘડી રે ઘડી



















આજે કૈલાસ યાત્રા માટે રવાના થાઉં છું. આપ સહુને મારા પ્રણામ. 

ગાયક :- નારાયણ સ્વામી
શંભુ શરણે પડી માંગુ ઘડીયે ઘડી દરશન આપો
દયા કરી શિવ દરશન આપો

તમો ભક્તોના ભય હરનારા, શુભ સૌનું સદા કરનારા,
હું તો મંદમતિ તારી અકળ ગતિ, કષ્ટ કાપો
દયા કરી દરશન શિવ આપો
-- શંભુ શરણે પડી

અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભુત ટોળી
ભાલે ચંદન ધરો, કંઠે વિષ ધર્યું, અમૃત આપો
દયા કરી દરશન શિવ આપો
-- શંભુ શરણે પડી

નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જાવા ચહે છે
સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો
દયા કરી દરશન શિવ આપો
-- શંભુ શરણે પડી

આપો દૃષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવ રૂપે દેખું
મારા મનમાં વસો હૈયે આવે હસો, શાંતિ સ્થાપો
દયા કરી દરશન શિવ આપો
-- શંભુ શરણે પડી

હું તો એકલપંથ પ્રવાસી, છતાં આત્મા કેમ ઉદાસી
થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો
દયા કરી દરશન શિવ આપો
-- શંભુ શરણે પડી

શંકરદાસનું ભવ દુઃખ કાપો, નિત્ય સેવાનું શુભધન આપો
ટાળો માન મદા, ગાળો ગર્વ સદા, ભક્તિ આપો
દયા કરી દરશન શિવ આપો
-- શંભુ શરણે પડી


ૐ નમઃ શિવાય


શિવ ભૂપાળી [મરાઠી પ્રભાતિયા]










જેમ ગુજરાતમાં પ્રભાતિયા ગવાય છે તેમ મહારાષ્ટ્રમાં પ્રભાતિયાને ભૂપાળી કહેવાય છે.જેમ કે કૃષ્ણ ભૂપાળી કે રામ ભૂપાળી. તેમ આ છે શિવ ભૂપાળી.

शंभो शंकरा करूणाकरा जग जागवा
शंभो
सांब सदाशिव हे त्रिपुरारी शंभो
हे भवतारक दुःख निवारी शंभो
शंभो

अंधार हा लोपवा, ध्यावा प्रकाश नवा
चराचर उझळाया चैतन्याची ज्योति तेजवा
हे शिवा........शंभो....

संभारजीली अंगणे पान्हावली गोधने
आसावला आसमंत अमताने चिंब नाहवा
हे शिवा.........शंभो.....

तु आपदा वारणारा तु दुःखीका तारणारा
होई कृपावंत विश्वातले आर्त, अभयंकरा शांतवा
हे शिवा........शंभो.......

ॐ नमः शिवाय





તાંડવ નાચે શિવ તાંડવ નાચે











તાંડવ નાચે રે શિવ નાચે તાડવ નાચે
દેવ નર નાર સહુ કુશળ યાચે
ધાધી લાંગ ધાધી લાંગ તાન તા તા થૈ થૈ
ત્રણે ભુવનમાં ૐ ધૂન લાગી ગઈ

કિન્નર ગાંધર્વ ગાન તાન કરે છે
ભૂત પ્રેત ભૈરવ ગણ નાચ કરે છે
તાક તાક તાક તાક મૃદંગ તાકી થૈ થૈ
ત્રણે ભુવનમાં ૐ ધૂન લાગી ગઈ

સરસ્વતી વીણાના તાર ઝણકાર થ્યા
નારદને શેષ વાહ વાહ કરી રહ્યા
ધીનક ધીન ધીનક ધીન ઝાંઝ પખવાજ થૈ
ત્રણે ભુવનમાં ૐ ધૂન લાગી ગઈ
--તાંડવ નાચે

દશે દિગપાલ તણાં હાથી ડોલે
હર હર હર દિશાઓ બમ બમ બોલે
ધણણ ધણણ જુઓ ધરતી થઈ ગઈ
ત્રણે ભુવનમાં ૐ ધૂન લાગી ગઈ

હિમાલયને આંગણે હલચલ મચી
કૈલાસી કંદરામાં રોનક રચી
છુમક છુમ છુમક છુમ ધુધરી ઝાંઝરીની થઈ
ત્રણે ભુવનમાં ૐ ધૂન લાગી ગઈ
-- તાંડવ નાચે

વિષ્ણુને બ્રહ્મા વરણાગી બન્યા છે
અપસરા ને ઈન્દ્ર સાનભાન ભૂલ્યા છે
શિવોહમ શિવોહમ ડમક ડાક બની ગઈ
ત્રણે ભુવનમાં ૐ ધૂન લાગી ગઈ

ત્રિપુરારી નાચે છે તાંડવ અનુપ
નમણું કરે છે ચૌદ લોક તણા ભૂપ
જય જય જૈ જય જય જૈ ગગન હાંક પડી ગઈ
ત્રણે ભુવનમાં ૐ ધુન લાગી ગઈ
---તાંડવ નાચે

રુદિયાને ઝંખના દરશની થઈ
અલગારી દાન કાર્ય કથા બની ગઈ
ૐ નમઃ શિવાય સૂરતા લ્હાણી થઈ ગઈ
ત્રણે ભુવનમાં ૐ ધૂન લાગી ગઈ
--તાંડવ નાચે

ૐ નમઃ શિવાય

सुबह सुबह ले शिवका नाम











गायकः- येसुदास

सुबह सुबह ले शिवका नामकर ले बंदे ये शुभकाम
सुबह ले सुबह ले शिवका नाम
शिव आयंगे तेरे काम
ॐ नमः शिवाय [४]

खुदको राख लपेटे फिरते
औरोंको देते धनधान
देवोके विष पी डाला
नीलकंठको कोटी प्रणाम
-- सुबह सुबह
ॐ नमः शिवाय [४]

शिवके चरणोंमें मिलते है
सारे तीरथ चारो धाम
करनीका सुख तेरे हाथ
शिवके हाथो परिणाम
-- सुबह सुबह
ॐ नमः शिवाय [४]

शिवके रहेते कैसी चिंता
साथ रहे प्रभु आंठो धाम
शिवको भज ले सुख पायेंगा
मनको आयेगा आराम [२]
-- सुबह सुबह
ॐ नमः शिवाय [४]

ॐ नमः शिवाय

ભવનાથને મેળે જાવું છે



દામોદર કુંડ






ગાયક:- હેમંત ચૌહાણ

ભવનાથને મેળે જાવું છે [2]
શિવરાતને મેળે જાવું છે [2]
મારે મરઘી કુંડમાં ન્હાવું છે
શિવજીને મેળે જાવું છે
-- ભવનાથને મેળે

ભવનાથ તળેટીનો મેળો [2]
ગિરનારની છાયાનો મેળો [2]
શિવ ભક્તિમાં રંગાવુ છે
શિવજીને મેળે જાવું છે
-- ભવનાથને મેળે

જ્યાં ધૂન ભજનની બોલે છે [2]
હરિહરની હાલક બોલે છે [2]
ઈ ગતગંગામાં ન્હાવું છે
શિવજીને મેળે ન્હાવું છે
-- ભવનાથને મેળે

દરશનીયા સાધુ જોગીના [2]
ને ભક્તો પ્રેમ વિયોગીના [2]
રંગ ભગવામાં રંગાવું છે
શિવજીને મેળે જાવું છે
-- ભવનાથને મેળે

રહે રાખ સિદ્ધ ચોર્યાશીના [2]
જ્યાં આસન છે સુખરાશીના [2]
કરી દરશન ને ધન થાવું છે
શિવજીને મેળે જાવું છે
-- ભવનાથને મેળે

જ્યાં દત્તગુરુના આસન છે [2]
જતિ ગોરખ તણા વિરાસન છે [2]
પડી પાયે પાવન થાવું છે
શિવજીને મેળે જાવું છે.
-- ભવનાથને મેળે

વહેતી ગૌમુખી ગંગા છે [2]
સિદ્ધ સાધકના ઘર ચંગા છે [2]
ખૂબ હરીફરી હરખાવું છે
શિવજીને મેળે જાવું છે
-- ભવનાથને મેળે

મરઘી કુંડ પાપ પ્રજાળે છે [2]
દામોકુંડ પાતક બાળે છે [2]
એમાં નિર્મળ થાવા જાવું છે
શિવજીને મેળે જાવું છે
-- ભવનાથને મેળે

આવો આવો કે અલગારી
ભવનાથનો મેળો છે ભારી
ગુતાન બનીને ગાવું છે
શિવજીને મેળે જાવું છે
-- ભવનાથને મેળે

ૐ નમઃ શિવાય

શોભે કૈલાશમાં હર હર મહાદેવજી














Powered by Podbean.com


સ્વર:- કિશોર મનરાજા
શોભે કૈલાસમાં ભોળા મહાદેવજી
ભાવે ભક્તોની વણઝાર મંદિરમાં
હર હર મહાદેવજી

માતા પાર્વતી સાથે ગણપતિ મોરિયા
અરે ભક્તો આવે છે તારા હૈયાના ભોળિયા
ઉઘાડો અંતરના દ્વાર મંદિરમાં
હર હર મહાદેવજી

હે શંકર સમર્થ તારા ગુણલા શું ગાઈએ
ભક્તિની ગંગામાં રોજ ઊઠી નાહીએ
હો વરસાવો કરુણાની ધાર મંદિરમાં
હર હર મહાદેવજી

ભોળાના ચરણોમાં શીશ નમાવીએ
નમ શિવાય ૐ ધૂન મચાવીએ
હો કંઠેથી કરજો રણકાર મંદિરમાં
હર હર મહાદેવજી

હે કોઈ ફળ ફૂલ બીલી ચંદન ચઢાવતા
કોઈ જલધાર કરી દૂધે નવરાવતા
હે આરતીમાં અશ્રુની ધાર મંદિરમાં
હર હર મહાદેવજી

વ્યાંઘાબર વસ્ત્ર તારું ગળે રુદ્રમાળા
ભાલે બીજ ચંદ્ર કરે અંતર અજવાળા
હે સર્પો ના શોભે શણગાર મંદિરમાં
હર હર મહાદેવજી

હે કાશી કેદાર કૈલાસ વળી સોમનાથ
દરશન આપોને દીનબંધુ દિનાનાથ
શાંતી ને સુખના દેનાર મંદિરમાં
હર હર મહાદેવજી

ૐ નમઃ શિવાય




જટામાં ગંગાજી અટવાણી










સ્વરઃ- શ્રી નારાયણ સ્વામી


અંગે મદને આભેથી ઉતરી
પડતા ધોધમાર પાણી
જટામાં ગંગાજી અટવાણી - [૨]

અવર નદી સમ એનાં દિલમાં
જોગી રે મુઝને જાણી - એ જાણી રે - [૨]
ત્રિપુરારીનો ગરવ ઉતારી -[૨]
પાતાળ લઈ જાય પાણી
- જટામાં ગંગાજી

અગમ અગોચર જટાવધારી એની
જુગેથી શકે નહીં કોઈ જાણી -[૨] -
ભગીરથ તારો દિલના ભોળાએ - [૨] -
પડતા ગગાના પાણી
-- જટામાં ગગાજી

વેગ દિલના વિરામ ન પામ્યા
ઘણા દિવસ અકળાણી [૨]
દરિયે જવાનોયે મારગ જડ્યો નહી
મનમાં ખૂબ મુંઝાણી
-- જટામા ગગાજી

સુણી વિનતી ભગીરથ કેરી
પાડ્યુ બિંદુ એક પાણી [૨]
એમાંથી પણ ધારા પ્રગટી [૨]
ત્રિવેણી નામે ઓળખાણી
-- જટામાં ગગાજી

સૂર સરીતાએ જ્યારે શિવજીને વિનવ્યા
ગાઈરી મડ વેદવાણી [૨]
સામત શકરે રાખ્યો જટામા
એ જી કર્યા મુગટની રાણી
-- જટામા ગગાજી

ૐ નમઃ શિવાય

જય ભોલે તવ શરણમ








Powered by Podbean.com




સ્વરઃ- હેમંત ચૌહાણ

જય જય ભોલે જય હર ભોલે
ડમ ડમ બોલે તવ શરણમ
ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
ત્રાહી મામ પ્રભુ તવ શરણમ
-- જય જય ભોલે

તુ હી તુ,તુ હી તુ,તુ હી તુ,તુ હી તુ
સોહમ ઓહમ, ઓહમ સોહમ
તુ શુલપાણી, પિનાકપાણી,
તુ ગુરૂજ્ઞાની તવ શરણમ
-- જય જય ભોલે

હો.. વ્યાઘાંબરધર, ધર દિગંબર
ભવ હર,ભય હર તાપસ મન કરે
વરદાયક વર કુશલ ક્ષેમ કરે
હર હર શંભુ તવ શરણમ
-- જય જય ભોલે

હો..જય ત્રિપુરારી, જય અધહારી
જટાધારી જય જય તમહારી
હારી હારી સુધબુધ વિસારી
વારી વારી શિવ તવ શરણમ
-- જય જય ભોલે

હો.. જય ભૂતનાથ, જય ભીમનાથ
જય સોમનાથ, જય અમરનાથ
નટરાજ રૂપ નરનારી સ્વરૂપ
રૂપ અનુપ પ્રભુ તવ શરણમ
-- જય જય ભોલે

હો.. બાનીચાર રૂનિશાચર, ભૂતપ્રેત
સબ સર્પ,બિચ્છુ તવ શરણ રહે
ઋષિમુની જ્ઞાની શરણ ગ્રહી
જય હર ભોલે તવ શરણમ
-- જય જય ભોલે

હો.. જય કૃપાનિધાન,મસાનધાનકે
ઓઢરદાની વૈદદાનકે
દાતા બડે કલદારી દાન કે
તુમ હી માત પિતુ તવ શરણમ
-- જય જય ભોલે

ૐ નમઃ શિવાય

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી








Powered by Podbean.com





સ્વરઃ- હેમત ચૌહાણ અને દમયતી બારડાઈ


શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ
વિશ્વાધારમ ગગનસ્દૃશ્યમ મેઘવર્ણમ શુભાંગમ
લક્ષ્મીકાતમ કમલનયનમ યોગીર્ભીધ્યાનમ
વન્દે વિષ્ણુ ભવભય હરમ સર્વલોકૈકનાથમ

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી
તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી
-- હર શંભુ ભોળા

પારવતીના પ્યારા મને તારી ધૂન લાગી [૨]
હર હર શભુ ભોળા મને તારી ધૂન લાગી

ગણેશજીના પિતા મને તારી ધૂન લાગી [૨]
હર હર શભુ ભોળા મને તારી ધૂન લાગી

હાથમાં ડમરૂવાળા મને તારી ધૂન લાગી [૨]
હર હર શભુ ભોળા મને તારી ધૂન લાગી

જોગી જટાળા પ્યારા મને તારી ધૂન લાગી [૨]
હર હર શભુ ભોળા મને તારી ધૂન લાગી
તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી

ૐ નમઃ શિવાય

હર હર ભોલે નમઃ શિવાય










Powered by Podbean.com



ૐ નમઃ શિવાય [૭]

ૐ નમઃ શિવાય
હર હર ભોલે નમઃ શિવાય
ૐ નમઃ શિવાય

રામેશ્વરાય શિવ રામેશ્વરાય
હર હર ભોલે નમઃઅ શિવાય
ૐ નમઃ શિવાય

ગંગાધરાય શિવ ગંગાધરાય
હર હર ભોલે નમઃ શિવાય
ૐ નમઃ શિવાય

જટાધરાય શિવ જટાધરાય
હર હર ભોલે નમઃ શિવાય
ૐ નમઃ શિવાય

વિશ્વેશ્વરાય શિવ વિશ્વેશ્વરાય
હર હર ભોલે નમઃ શિવાય
ૐ નમઃ શિવાય

કોટેશ્વરાય શિવ કોટેશ્વરાય
હર હર ભોલે નમઃ શિવાય
ૐ નમઃ શિવાય

મેઘધનુષના ચોથા વર્ષના મંગળ પ્રવેશ નિમિત્તે શિવ ધૂનની વિશેષ રજૂઆત કરવામા આવી છે.

ૐ નમઃ શિવાય 

જપ લે શિવકા નામ








Powered by Podbean.com

સ્વર- શ્રી નારાયણ સ્વામી

જપ લે શિવકા નામ મનવા
ભજ લે શિવકા નામ [૩]

ૐ નામસે સબકુછ મિલે [૨]
મિલ જાયે રે રામ મનવા
ભજ લે શિવકા નામ

શિવજીકા નામ રાવણને રટા
રટા અંતરમેં આંઠો યામ
નામકા મહિમા બહોત બડા હૈ
બસેં હૈં ચારોં ધામ [૨]
દુનિયાકા રાજ રાવણકો દીયા[૨]
દીયા હૈ સુખ તમામ મનવા
ભજ લે શિવકા નામ

નારદ શારદ શેષ જપે હૈ
નવનાથ જપે એકનાથ
દેવદાનવને માનવ જપે હૈ
સાધુ સંત શ્રી રામ [૨]
રાત દિવસ બસ પંખીયા રટત હૈ [૨]
રટે હૈ જીવ જંતુ તમામ મનવા
ભજ લે શિવકા નામ

ગંગા ગોદાવરી જમુના જપે
સાગર કરે હૈ પ્રણામ
ચંદ્ર સૂરજ તારા જપે
ધ્રુવકો દીયા અમરધામ [૨]
સાંસજ તુ શિવને સમર લે [૨]
બિગડે બને તેરે કામ મનવા
ભજ લે શિવકા નામ

ૐ નમઃ શિવાય

લેવા શિવ ચરણે વિશ્રામ મારે જાવું તીરથધામ








Powered by Podbean.com




સ્વર:- નારાયણ સ્વામી

લેવા શિવ ચરણે વિશ્રામ [2]
મારે જાવું તીરથ ધામ [2]

કાશીમાં કાયાનું કલ્યાણ થાતું
થાતું ધાર્યું કામ
અમરનાથની અમર કહાની [2]
અમર રાખે નામ
મારે જાવું તીરથ ધામ

પ્રગટ પરચા રામેશ્વર
ધરવાનું છે ધામ
કેદારનાથ તો કમાલ કરતા [2]
પાડે તું ભક્તનામ
મારે જાવું તીરથ ધામ

ભવેશ્વર દાદો ભવપાર પાડે
જુનાગઢને ધામ
ભીડભંજન ભીમનાથ સભારી [2]
પૂરે હૈયાની હામ
મારે જાવું તીરથધામ

સોમનાથમાં સનમુખ જોયા
કૈલાસમાં છે મુકામ
કાશી ગયામાં દરશન કરી લે [2]
અંતરના આરામ
મારે જાવું તીરથધામ

લેવા શિવ ચરણે વિશ્રામ
મારે જાવું તીરથધામ

ૐ નમઃ શિવાય
નોંધ:- હું નીલા કડકિઆ 11મી જુને કૈલાસયાત્રા જાઉં છું તેથી હવે પછી જુલાઈમાં ગીતો મુકીશ.
ૐ નમઃ શિવાય

પૂરબસે જબ સૂરજ નીકલે








Powered by Podbean.com


પૂરબસે જબ સૂરજ નીકલે
સિંદૂરી ઘન છાયે
પવનકે પગમેં નૂપુર બાજે,
મયુર મન મેરા નાચે
મયુર મન મેરા ગાયે
ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

પુષ્પકી માલા થાલ સજાવું
ગંગાજલ ભર કલશમેં લાઉં
નવજ્યોતિકે દીપ જલાઉં
ચરણોમેં નીત શીશ ઝૂકાવું
ભાવમેં પૂર હોકર
ભક્તિમેં રોમ રોમ રમ જાયે
મન મેરા ગાયે
ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

અંખિયન કર શંકર અવિનાશી
મૈં તેરે દરશનકી અભિલાષી
જન્મોંસે પુજાકી પ્યાસી
મુજ પર કરના કૃપા જરાસી
તેરે બીન મેરે પ્રાણોંકો
ઔર કોઈ ના ભાયે
ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

ૐ નમઃ શિવાય

ભર દેવે ઝોલી ભોળો કુબેરભંડારી








Powered by Podbean.com



ભર દેવે ઝોલી ભોળો [2] કુબેર ભંડારી
શંભુ ચરણે જઈને તું તો માંગ સંસારી

રાવણને સીસ શિવકો ચઢાયા પ્રભુ
હાથે કમલ પૂજા વસન કીયા હૈ પ્રભુ
દુનિયાકા દીયા વાચ શિવ ભોલાદાની
શંભુ ચરણે જઈને

રિદ્ધિ સિદ્ધિ એની ઉત નહી પાતા બંદા
મહાદેવ હૈ બડા દયાલુ રે દાતા પ્રભુ
દુઃખિયાના બેલી ભોળો [2] દિલનો દાતારી
શંભુ ચરણે જઈને

એના દ્વારેથી કોઈ ખાલી નહી જાયે બંદા
માંગે ચહુન કો મીલ હી જાવે બંદા
રિદ્ધિ સિદ્ધિ હે દેવ અલખ અવતારી રે
શંભુ ચરણે જઈને

આશિષ દે વંદે પ્રભુ શિવ ૐ કારા પ્રભુ
નામ રટણસે હો જાવે બેડો પાર
અલખ નિરંજન જોગી જટાધારી રે
શંભુ ચરણે જઈને

ૐ નમઃ શિવાય

ડમ ડમ ડમરૂ બજાઈ ગયો રે








Powered by Podbean.com



સ્વર:- નીલા કડકીઆ અને કલ્પના પરીખ

સ્વ લિખિત :- નીલા કડકીઆ

ડમ ડમ ડમરૂ બજાઈ ગયો રે વો તો બાબા કૈલાસકો – [2]

મૈંને ઉસે પૂછા કી નામ તેરા ક્યા હૈ? – [2]
ભોલા ભંડારી બતાઈ ગયો રે
વો તો બાબા કૈલાસ કો
---ડમ ડમ ડમરૂ

મૈંને ઉસે પૂછા કી ધામ તેરા ક્યા હૈ? – [2]
કાશી કેદારા બતાઈ ગયો રે
વો તો બાબા કૈલાસ કો
--- ડમ ડમ ડમરૂ

મૈંને ઉસે પૂછા કી ખાના તેરા ક્યા હૈ?- [2]
ભાંગ ધતુરા બતાઈ ગયો રે
વો તો બાબા કૈલાસ કો
--- ડમ ડમ ડમરૂ

મૈંને ઉસે પૂછા શ્રીંગાર તેરા ક્યા હૈ?
મુંડનકી માલા બતાઈ ગયો રે
વો તો બાબા કૈલાસ કો
--- ડમ ડમ ડમરૂ

મૈંને ઉસે પૂછા કી કામ તેરા ક્યા હૈ?
તાંડવ કા નાચ બતાઈ ગયો રે
વો તો બાબા કૈલાસ કો
--- ડમ ડમ ડમરૂ


ધૂન
ડમ ડમ ડમ ડમરૂ બાજે ડમરૂ બાજે
હે ભોલાનાથ શિવ શંભો ભજે હે – [2]

ધન ધન ધન ઘંટા બાજે
ઘનનનન ઘંટા બાજે
હે ગૌરીનાથ શિવ શંભો ભજે – [2]


ૐ નમઃ શિવાય

ભાલચન્દ્ર જટાગંગ








Powered by Podbean.com



સ્વર:- અહમદ હુસૈન, મોહમદ હુસૈન
હરિ ૐ હરિ ૐ હરિ ૐ

ભાલચન્દ્ર જટાગંગ [2]
ત્રિનયના ભસ્મ અંગ [2]

ત્રિશૂલ ડમરૂ ગલે ભુજંગ
ઉમા ગૌરી રત સંગ
મદન દહન પીવત ભંગ [2]
ધરત ધ્યાન જ્ઞાન રંગ [2]
-- ભાલચન્દ્ર જટાગંગ

આનંદેશ્વર અર્ધનારી નટેશ્વર
પ્રણામ ૐ પરમેશ્વર [2]
આદિનાથ તુ મહેશ [2]
આદિનાથ તુ ગણેશ [2]
ભૈરવ સરપ ભૂતેશ્વર [2]
-- ભાલચન્દ્ર જટાગંગ

કાલકરાલ, મહાકાલ, જટાજૂટ
ચન્દ્રભાલ કંઠજ્ઞાન, મૃદુમાલ
ત્રિશૂલ, ડમરૂ કર, કપાલ
સુમીરત નર હોત નિહાલ [2]
-- ભાલચન્દ્ર જટાગંગ
ૐ નમઃ શિવાય

8 ટિપ્પણીઓ:

  1. Shiv Tandav Na lyrics ghana samay thi sodhu chu pan malata nathi.
    " Shel shung sam vishal"

    Please hoy to mane mail kari apo. Please
    indravadan.vala@gmail.com

    Thanks.

    જવાબ આપોકાઢી નાખો